Biography Of Shree N N Mehta
સ્વ.નરોતમદાસ મહેતા
જન્મ ત।રોખ: ૧૨-૧૨-૧૯૦૯
સ્વ. ત।રોખ: ૦૬-૦૫-૨૦૦૦
શ્રી ડોલભાઇ વસાવડાની ઉક્તિ “નરેષુ ઉતમ નરોતમ” આજીવન કેળવણીકાર, શિક્ષક, આચાર્ય, નિયામક તરીકે જીવનપર્યંત કામ કરનાર સાધુ ચરિત પૂજનીય સ્વ.નરોતમદાસ મહેતા પૂ.કાકાના નામે આજે પણ લોકહ્દયસ્થ છે.
પાંચ વર્ષના બાળકથી લઇ પસાચ વર્ષ સુધીના સૌ કોઇના હ્દયમા આદરણીય સ્થાન ધરાવતા સૌમ્યમૂર્તિ પૂ.કાકાનો જન્મ તારીખ 12/12/1909 મા થયો અને માધ્યમિક સુધીનું શિક્ષણ મહુાવામા અને કોલેજ સુધીનું શિક્ષણ મુંબઇમા પ્રાપ્ટ કરી 1933મા મંબઇ યુનિવર્સીટીના સ્નાતક થયા ત્યારબાદ મંબઇના કાલ્બ।દેવી વિસ્ત।રમા આવેલ કોટાનાઇટ એક્સચેન્જમા આવેલ શેરબજારમા નસીબ અજમાવ્યું પણ તે ધનવાન બને એ પહેલા તબીયતની લાચારીએ મહુવા આવ્યા અને લક્ષ્મીના પૂજારી બનવાને બદલે માં સરસ્વતીના પૂજક બન્યા.
1941મા નગરશેઠ પૂ.સ્વ.શ્રી. હરિલાલ મોહનલાલ શેઠ(શેશ બાપા) અને ‘મહાજન’ દ્વારા જૈન ભોજનશાળા અને બાદમા સંઘના ડેલામા શરુ થયેલ ધોરણ- 5 સુધીની શાળામા તારીખ 16/06/1941 થી શિક્ષક તથા હેડમાસ્તર તરીકે જોડાઇ માં સરસ્વતીની આરાધના શરુ કરી. સંસ્થાનું બીજ બન્યા. બાદમા શ્રી મહુવા કેળવણી સહાયક સમાજની સ્થાપના થઇ અને શ્રી જે.પી પારેખ હ।ઈસ્કુલ શરુ થઇ. તારીખ 21/08/1947ના રોજ પૂ.કાકા શાળાના પ્રથમ આચાર્ય બન્યા. શિક્ષણના જીવ આ મહાપુરુષે સંસ્થાના બીજને વિધ્યાર્થીઑ પાસેથી એકપણ પૈસાનું દાન લીધા વિના વટવ્રુક્ષ બનાવ્યુ તેની પ્રશાખાઑમા કુમાર મંદિર, શ્રી. કિ.ર. ગં।ધીમીડલ સ્કુલ, શ્રી અ.હ.ભૂતા બાલમંદિર, શ્રી જે.પી પારેખ હાઇસ્કુલ, શ્રી મ.ના મહેટા કન્યા વિધ્યાલય, શ્રી કે.જી મેહતા કન્યા વિધયાલય, શેઠ એમ.એન.વિધ્યાલય, શ્રી.પારેખ સાયન્સ, આર્ટ્સ, અને કોમર્સ કોલેજ વગેરે અનેક સંસ્થાઑનો સમાવેશ થાય છે. પૂ.કાકાએ ‘ઘોડિયા થી ઘોડા સુધી’ એટલે કે બાળમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઑનું નિર્માણ કરવામા પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું.
પૂ.કાકા જુની પેઢીના માસ્તર અને નવી પેઢીના કાકા બન્યા. ઉંચો દેહ, સપ્રમાણ બાંધો, 56 ઈંચનો સફેદ ડગલો, માથે કાળી ટોપી અને સૌને દિકરા કહિને મોઢામાથી નીકળતો ઘંટડી જેવો મધુર અવાજ અને વાત્સલ્યભાવ બત્રીસે કોઠે દિવા પ્રગટાવી દેતો. વિદ્યાર્થીઑની પીઠ પર પ્રેમભર્યો હાથ સૌને આત્મવિશ્વાસથી ભરી દેતો.
અંગ્રેજી એમનો પ્રિય વિષય, વિધ્યાર્થીઑ હોંશે હોંશે એમનો તાસ ભરે અને અંગ્રેજીના પાયા સમાન પાઠમાળ। શિખવાડી અંગ્રેજીનો પાયો મજબુત બનાવતા. એમના વિધયાર્થીઑ આજે પણ અંગ્રેજીમા પારંગત છે.
તેમની લોકચાહનાએ 1947મા મહુવાના સમજવાદી પક્ષના ગઢમા સ્વ.જસવંત મહેતા સામે કોંગ્રેસે પૂ.કાકાને ચુંટણી લડવા ઑફર કરેલી પણ મા સરસ્વતીના ઉપાસક પૂ.કાકાએ આ ઑફરનો સવિનય અસ્વીકાર કરેલો. તેઑએ કદિ પણ રાજકારણજે સ્પર્શ કરેલ નહિ.
તેઑ સમયમા હંમેશા નિયમિત શાળામા સમુહ પ્રાર્થના થતી અને બોર્ડ પર “આજનો સુવિચાર” લખાતો અને પૂ.કાકા એ સુવિછારને વિસ્તારથી સમજાવતા વિધ્યાર્થીઑ આ સુવિચારને હ્દયસ્થ કરતા અને નોટબુકમા નોંધતા.
પૂ.કાકાના કુશળ અને પ્રમાણિક વહિવટ નીચે સંસ્થાનો ક્રમિક વિકાસ થયો તેમજ સંસ્થાના નિયામક પદનો ભાર તમણે સંભાળ્યો. 1956મા સરકારની વિવધલક્ષી યોજના નીચે ગ્રાન્ટ મેળવી શ્રી જે.પી.પારેખ હાઇસ્કુલમા કોમર્સ, આર્ટસ અને ટેક્નિકલ તેમજ શ્રી શેઠ એમ.એન હાઇસ્કુલમા ખેતીવાડી અને કે.જી મહેતા કન્યા વિધ્યાલયમા હોમ સાયન્સ વિભાગો શરુ કરાવ્યા.
પૂ.કાકા તારીખ 12/12/1972 ના રોજ 63 વર્ષની વયે નિવ્રુત થયા ત્યારે સંસ્થાએ એમની સેવાના કદર સ્વરુુપે મુંબઇમા સન્માન સમારંભ ગોઠવેલ અને પૂ.કાકાનુમ ઉચ્ચતમ સમ્માન કરી આજથી ઑગણ ચાલીસ વર્ષ પહેલા રુપિયા 75,000/- ની થેલી અર્પણ કરેલ ત્યારે શિક્ષણના જીવ અને સરસ્વતીના ઉપાસક પૂ.કાકાએ પોતાને મળેલી આ માતબર રકમમા અમુક રકમ ઉમેરી શ્રી મહુવા કેળવણી સહાયક સમાજને અર્પણ કરેલ અને સમાજે પણ પૂ.કાકાની ઉદારતાનો સામો પડઘો પાડતા સમાજ હસ્તક ચાલતા કુમાર મંદિરને શ્રી ન.ના.મહેતા કુમાર મંદિર નામ આપેલ. જે આજે પણ પૂ.કાકાની સ્મ્રુતિ સ્વરુપ ચાલી રહ્યુ છે.
એસ.એસ.સી પરીક્ષાનું 1963 મા મહુવાને પ્રથમ વખત કેન્દ્ર મળ્યું જેમા પૂ.કાકા ચીફ કન્ડક્ટર થયા. બોર્ડ સાથેના પત્રવ્યવહાર અને તેમની ભાષાથી પ્રભાવિત થઇ બોર્ડના એક અધિકારી પૂ.કાકાને રુબરુ મળવા પણ આવેલા.
ગુજરાતી તથા અંગ્રેજી ભાષાની તેઑ અદભૂત પકડ ધરાવતા હતા. કારકુન પાસે પત્ર ટાઇપ કરવતા અને કહેતા કે “દિકરા” ટાઇપ તો ક્ષતિરહિત થવું જોઇએ. પત્ર સંસ્થ।ની અને એમા સહો કરનારની આબરુ વધારે છે. આ રેતે કાકા ભાષાશુધ્ધિના પ્રખર હિમાયતી હતા.
વિધ્યાર્થી અને વાલીવર્ગમા કાકા હમેંશા આદરણીય રહ્યા છે. ત્રણ ત્રણ પેઢી એમના હાથ નીચે અભ્યાસ કરી ગઇ છે.પૂ.કાકા રસ્તેથી પસાર થતા પાંચ વર્ષના બાળકથી પચાસ વર્ષ સુધીના સૌ કોઇ “નમસ્તે” કહિ બે હાથ જોેડી આદર સમ્માન આપતા હતા. ઘરેથી નીકળી નમસ્કાર ઝીલતો હાથ શાળાએ પહોંચતો હાથ ઉંચો જ રહે તેટલું બધુ લોકો એમને માન આપતા.
શાંત, નિર્મળ અને પ્રેમાળ સ્વભાવ પૂ.કાકાને ક્યારે પણ ખિજાતા કે ગુસ્સે થતાં જોવ મળ્યા નથી. વિધ્યાર્થીઑ શાળાએ આવવામા મોડા પડ્યા હોય અને પૂ.કાકાને મેદાનમા જોતા જ દોડવા માંદે અને શિક્ષકો મોડા પડે તો લજ્જાથી અને શરમથી મોં નીચું રાખી વર્ગમા પેસી જતા આ હતું પૂ.કાકાનું પ્રભાવી વ્યક્તિત્વ.
પૂ.કાકા વાંચન નો ગઝબનો શોખ ધરાવતા હતા. ‘રીડર ડાયઝેસ્ટ’ એમનું પ્રિય મેગેઝિન હતું. જીવનપર્યંત તેઑ વાંચતા અને પુસ્તકોનો સંગ્રહ કરતા. આજે પણ તેમના ઘરે કબાટમા બ હુમુલ્ય પુસ્તકોનો ખજાનો છે. તેમની પાસે અખુટ શબ્દભંડોળ હતો. કહેવતો, ઉક્તિઑ અને જોડકણાનો તેમના પ્રવચનમા ઉપયોગ કરતા હતા. તેઑ સ્વભાવે પણ રમુજી હતા. શિક્ષકો અને વિધ્યાર્થીઑ અવારનવાર ગંભીર બાબતોએ કોઇ કોઇ ભૂલો કરતા હોય ત્યારે રમૂજ ઉત્પન્ન કરી સિફતતાથી તેઑની ભૂલો તરફ અંગુલી નિર્દેશ કરી વિધ્યાર્થીઑ અને શિક્ષકોને પાછળથી પોતાની ભૂલો સમજાતા લજ્જા અને શરમથી ઝૂકી જતા અને ભૂલનો સુધારો કરી લેતા. ક્યારેય કોઇને ઠેસ-ઠપકો આપતા નહિ. માત્ર રમમુજ શૈલીમા જ અંગુલી નિર્દેશન કરતા.
પૂ.કાકા સમયની ગણતરીમા કદી માનતા નહિ. સવારના 11 થી 6 શાળાનો સમય હોય ત્યારે સતત શૈક્ષણિક કાર્ય પ્Rત્યે ધ્યાન આપતા અને શાળા અને સંસ્થાનું વહિવટી કામ 6 વાગ્યા પછી જ કરતા. કારકુનોને પણ દિવાલ ઘડિયાળ કે કાંડાઘડિયાળ સામુ ન જોવા અને કામ પુરુ કરવા પ્રેમથી સમજાવતા. કારકુનો પણ હોંશે હોંશે અને પ્રેમથી કામ કરતા. “સતત કામ કરતા રહો” એ પૂ.કાકાનો જીવનમંત્ર હતો.
પૂ.કાકા ગીત સંગીતનો પણ શોખ ધરાવતા હતા. અને એમના મધુ કંઠે ગવાતી “જેવી કરે છે કરણી તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો અહિનો અહિં મળે છે.” જે આજે પણ જે.પી.પારેખ હાઇસ્કુલના મેદાનમા ગુંજી રહિ છે.
પૂ.કાકાના હાથ નીચે ભણેલા કેટલાય વિધ્યાર્થીઑ ડોક્ટરો, વકીલો અને એન્જિનિયરો બન્યા છે. વિશ્વ વંદનીય પ્રખર રામાયણી સંટ શિરોમણી પૂ.મોરારીબાપુ પણ કાકાના હાથ નીચે અભ્યાસ કરી ચૂક્યા છે. એટલું જ નહિ પણ ઉચ્ચ સ્થાન મેળવનારા વિધ્યાર્થીઑ પૂ.કાકાને પૂરુ કમ્માન આપતા. ચરણ વંદના કરતા. આ વિધ્યાર્થીઑ જ્યારે જ્યારે મહુવા આવે ત્યારે પૂ.કાકાને અચૂક મળતા અને ભાવ વંદના કરતા. પ્રખર સાહિત્યકારો પન્નાલાલ શાહ અને યશવંત ત્રિવેદી પણ કાકાના શિષ્યો છે.
શ્રી મહુવા કેળવણી સ હાયક સમાજના દરેક પ્રમખ, મંત્રી, કારોબારી સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, નગરસેવકો, દરેક શિક્ષકો, કારકુનો અને પટ્ટાવાળાઑ આજે પણપૂ.કાકાને એટલા જ આદરથી અને સમ્માનથી યાદ કરી રહ્યા છે. સમાજના દાતા પરિવારના મુ.શ્રી.દોલુભાઇ પારેખ, સમાજના ભૂતપુુર્વ પ્રમુખશ્રી ઇચ્છુભાઇ શેઠ, સ્વ શ્રી ઇન્દુભાઇ શેઠ, સ્વ શ્રી જસવંતભાઇ મહેતા, સ્વ શ્રી છબીલદાસ મહેતા, શ્રી ડોલરભાઇ વસાવડા, શ્રીશશીકાંતભાઇ વ્યાસ વગેરે આગેવાનો પૂ.કાકાને આટલું માન અને આદરભાવ આપ્યો છે. સામજના ભૂતપૂર્વ કે આજના હોદ્દેદારોએ ક્યારેય પણ પૂ.કાકાનો બોલ ઉથાપેલ નથી એ જ આ વ્યક્તિની આભા અને પ્રતિભા દર્શાવે છે.
Don't Know Gujarati ?
Don’t worry, English translation will be available soon. Till then you can Contact Us if you want to get involved.